ગઈ દિવાળીના અરસામાં રિલાયન્સ જિઓએ તેના યૂઝર્સને ૧૦૦ જીબીની મફત ક્લાઉડ સ્ટોરેજ આપવાનું વચન આપ્યું હતું. તેના પર અમલ શરૂ થઈ ગયો અને વચન મુજબ જો આપણી પાસે રિલાયન્સ જિઓનું કનેકશન હોય તો માય જિઓ એપમાં જઇને આપણે ૧૦૦ જીબી સુધીની ક્લાઉડ સ્ટોરેજ ફ્રી મેળવી શકીએ છીએ.