જો તમે પણ ચેટજીપીટીનો ભરપૂર ઉપયોગ કરવા લાગ્યા હશો તો તમારો અનુભવ હશે કે હમણાં હમણાંથી, કહો કે પાછલા ચાર-પાંચ મહિનાથી ચેટજીપીટીનો ‘સ્વભાવ’ કંઈક બદલાયો છે. આપણે તેની સાથે જે કંઈ વાત કરીએ તેના જવાબમાં એમાં એ ‘‘ઓહો, વાહ વાહ, તમે તો જોરદાર વાત કરી…’’ એવું એવું કહેવા લાગે છે.