એઆઇને પગલે, ગૂગલની વિવિધ સર્વિસમાં અવનવી સુવિધા આવી રહી છે અને કેટલીક બિલકુલ નવી સર્વિસ લોન્ચ થઈ રહી છે.
મેમે મહિનામાં, અમેરિકામાં ગૂગલની વાર્ષિક ડેવલપર્સ કોન્ફરન્સ યોજાઈ ગઈ. ગૂગલ તેની આ કોન્ફરન્સમાં કંપનીની લેટેસ્ટ સર્વિસ કે પ્રોડક્ટ્સના અપડેટ્સ આપતી હોય છે. ગયા વર્ષની જેમ, આ વર્ષની કોન્ફરન્સમાં પણ બધા કીનોટ્સ કે પ્રેઝન્ટેશન્સનું મુખ્ય ફોકસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)પર રહ્યું.