ઘરે અચાનક મહેમાન આવી ચઢ્યા? તાત્કાલિક કરિયાણું કે દૂધ-દહીં મંગાવવાં પડશે? આપણે પોતે ક્યાંય બહાર જવું છે? રીક્ષા કે ટેકસી શોધો છો કે રેસ્ટોરાંમાં જમવા જવા માટે ટેબલ બુક કરાવવું છે? કે પછી ઘેર બેઠાં ફૂડ મંગાવી લેવું છે?
આ પ્રકારની, આપણી આજની જિંદગીની જાતભાતની જરૂરિયાતો હવે સ્માર્ટફોનના સ્ક્રીન પર બે-ચાર ક્લિકમાં પૂરી થઈ જાય છે. સ્માર્ટફોન જો બધું સહેલું બનાવી દેતો હોય તો ગૃહિણીઓની એક કાયમી ઝંઝટનો ઉપાય તેમાંથી કેમ ન મળે?