ગયા મહિને કતાર ગવર્નમેન્ટે એક અણધાર્યું પગલું ભર્યું. કતારની મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટે તેની જળસીમામાં તમામ પ્રકારના જહાજોની આવનજાવન પર પ્રતિબંધ લગાવી દીધો. કારણ હતું જહાજના નેવિગેશન માટે ઉપયોગમાં લેવાતી ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ)માં ઊભી થયેલી ગરબડ!