એન્ડ્રોઇડ ફોનમાં ગૂગલ પ્લે સર્વિસિસ મારફત એન્ડ્રોઇડ એક નવું ઉપયોગી સિક્યોરિટી ફીચર ઉમેરાઈ રહ્યું છે. ધ્યાન આપશો કે આ ફીચર સમગ્ર એન્ડ્રોઇડ વર્ઝન અપડેટ તરીકે આવી રહ્યું નથી. મતલબ કે આપણે તેનો લાભ લેવા માટે ફોનમાં એન્ડ્રોઇડના નવા વર્ઝનનો લાભ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે નહીં.