એક સમય એવો આવશે જ્યારે… મોટાં શહેરોમાં ચારે તરફ ડ્રાઇવર વિનાની ટેક્સી ફરતી દેખાશે!
By Himanshu Kikani
3
આપણી સમજ એવી છે કે ડ્રાઇવરલેસ કાર્સની બાબતે ગાજ્યા મેહ વરસ્યા નથી. આ વિશે ગાજવીજ ઘણી થઈ, પરંતુ ધારી ઝડપે પ્રગતિ થઈ નહી અને હજી પણ આપણે રસ્તાઓ પર કોઈ ડ્રાઇવર વિનાનાં વાહનો ફરતાં જોવા મળે એવા દિવસોની રાહ જ જોવાની છે.