ઇન્ટનેટર અને ડિજિટલ સર્વિસિસની વાત આવે ત્યારે અત્યારે આખું વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું છે. એક તરફ પશ્ચિમના દેશો ખાસ કરીને અમેરિકા છે અને બીજી તરફ ચીન છે. ચીનને બાદ કરીએ તો આખા વિશ્વમાં અમેરિકાની ટેક કંપનીઓ લગભગ બધી જ વાતે અગ્રેસર છે. સર્ચ એન્જિન, બ્રાઉઝર, સોશિયલ મીડિયા, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઇમેઇલ, ક્લાઉડ સ્ટોરેજ, ઓનલાઇન મીટિંગ સર્વિસિસ, કેલેન્ડર, ટુડુ લિસ્ટ એપ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એપ્સ, કસ્ટમર મેનેજમેન્ટશિપ રિલેશનશિપ (સીઆરએમ) સોફ્ટવેર વગેરે વગેરે બધા પ્રકારનાં ટૂલ કે સોફ્ટવેરમાં અમેરિકન કંપનીઓનો દબદબો છે.