થોડા દિવસો પહેલાં, એઆઇના એક લેટેસ્ટ મોડેલે તેને શટડાઉન કરવાના કમાન્ડનું ધરાર પાલન ન કર્યું.
આજના જમાનાનાં બાળકોએ લગભગ ક્યારેય ખુલ્લા રસ્તે કે મેદાનમાં પૈડાં દોડાવવાની મજા માણી નહીં હોય, પણ જો તમે એ મજા માણી હશે તો તમારો અનુભવ હશે કે આપણે જોશમાં ને જોશમાં પૈડાને જરા વધુ દોડાવી મૂકીએ તો એક સમય એવો આવે, જ્યારે આપણે પાછળ રહી જઈએ અને પૈડું આપણા હાથમાંથી છટકીને આગળ જતું રહે.