વર્ષ હતું ૨૦૧૬. લંડનની ઇમ્પિરયલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયેલા એક ભારતીય યુવાને એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપ ‘એઆઇ પાવર્ડ’ સોફ્ટવેર પ્લેટફોર્મ તરીકે ખૂબ ગાજ્યું. લોકો આ પ્લેટફોર્મની મદદ લઇને પરંપરાગત સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસની સરખામણીમાં અત્યંત ઓછા ખર્ચે અને ખાસ્સી ઝડપથી વેબ અને મોબાઇલ એપ્લિકેશન્સ બનાવી શકતા હતા. સ્ટાર્ટઅપનું કહેવું હતું કે તેનું બધું કામકાજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી થતું હતું.