વીડિયો ક્રિએશન માટે ઇન્સ્ટાએ પોતે અલગ એપ લોન્ચ કરી
હમણાં, ફેસબુક પર ખાસ્સા સક્રિય અને પોપ્યુલર એક સ્વજને વાતવાતમાં પૂછ્યું કે ‘ઇન્સ્ટાગ્રામ માટે સારી રીલ્સ કેવી રીતે બનાવી શકાય?’’ સારી રીલ માટે તેમાં ઘણી બાબતો હોવી જરૂરી છે, એ બાબતો એમની એફબી પોસ્ટમાં હોય છે, પણ તેમનો સવાલ વીડિયો એડિટિંગ સંદર્ભે હતો. લાગે છે કે એ સ્વજનના મનની વાત ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી ગઈ છે.