ભારતનાં શહેરોમાં સ્કૂલ ઉપરાંત જુદા જુદા ક્લાસીસમાં ભાગાદોડી કરતાં ટીનેજર્સ અને તેમનાં પેરેન્ટ્સને હવે થોડી રાહત મળશે. હજી ૧૮ વર્ષનાં થયાં ન હોવાને કારણે ટીનેજર્સને ટુ વ્હિલરનું લાયસન્સ મળી શકતું નથી (નિયમનું પાલન ન કરે એ જુદી વાત). ઉંમરની મર્યાદાને કારણે ઓનલાઇન પેમેન્ટ કરવું પણ મુશ્કેલ. બીજી તરફ આ જ ઉંમરે તેમને જુદી જુદી ઘણી જગ્યાએ સમયસર પહોંચવાનું હોય છે. તેમને માટે રીક્ષા અથવા એપ કેબ એ જ મુખ્ય આધાર હોય છે.