તમે જાણતા જ હશો કે ઇન્સ્ટાગ્રામ પર હવે આપણું લોકેશન પણ શેર કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામમાં ૨૦૨૪થી જ ફ્રેન્ડ્સ સાથે લાઇવ લોકેશન શેરિંગ ફીચર ઉમેરાઈ ગયું હતું, પણ તેમાં ડાઇરેક્ટ મેસેજ દ્વારા, એટલે કે અમુક નિશ્ચિત ફ્રેન્ડ્સ સાથે, મર્યાદિત સમય માટે લોકેશન શેરિંગ થઈ શકતું હતું.