ઇન્સ્ટા એપ ઓપન કરતાં જે કંઈ દેખાય, એ બધું તમને બોરિંગ લાગવા માંડ્યું છે? તેને રીસેટ કરો.

સોશિયલ મીડિયામાં સતત રસ્સાખેંચની રમત ચાલતી હોય છે. આપણે અમુક-તમુક સોશિયલ સાઇટ પર આપણને ગમતું કન્ટેન્ટ જોવા માગતા હોઈએ, તો એ સાઇટ પોતે તેની મરજી અનુસારનું કન્ટેન્ટ આપણને બતાવવા મથે. આમાં મજા એ કે સાઇટ પોતે, પોતાની રીતે જે કંઈ બતાવે, એ બધું પાછું ‘આપણને વધુ ગમશે’ એવું માનીને જ બતાવવામાં આવે.
ઇન્સ્ટાગ્રામ પર આવું વધુ પ્રમાણમાં થાય છે. પરંતુ હવે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને રીસેટ કરી શકાય છે.
આટલું વાંચીને તમારા મનમાં અનેક સવાલો ઊભા થઈ શકે છે. એકાઉન્ટ રીસેટ કરવાનો અર્થ શો થયો? કઈ રીતે કરી શકાય? જો રીસેટ કરીએ તો, ઇન્સ્ટામાં દેખાતા કન્ટેન્ટ પર શી અસર થશે?