અનેક લોકોની ફેવરિટ આ સર્વિસના અન્ય વિકલ્પો શોધ્યા વિના છૂટકો નથી

આખે આખા ઇન્ટરનેટ પરથી આપણને ગમતી બધી બાબતો આપણા પોકેટમાં મૂકી દેવાની સગવડ આપતી એક મસ્ત મજાની સર્વિસ ‘પોકેટ’ આખરે બંધ થઈ રહી છે!
આપણે ‘સાયબરસફર’માં છેક ૨૦૧૩ વર્ષમાં પોકેટ સર્વિસનો વિગતવાર પરિચય મેળવ્યો હતો. પોકેટની શરૂઆત ૨૦૦૭માં મોઝિલા ફાયરફોક્સ બ્રાઉઝરના એક વધારા ફીચર – એક્સ્ટેન્શન – તરીકે થઈ હતી. પછી ૨૦૧૫માં તે ફાયરફોક્સનો એક કાયમી ભાગ બની.