
શકમંદનો સ્માર્ટફોન હાથ લાગે તો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન કરતી તપાસ સંસ્થાઓ માટે મોટો ખજાનો ખુલી જતો હોય છે.
જે મ અત્યારે અખબારો-ન્યૂઝ ચેનલ્સમાં બિહારની ચૂંટણી, ટેરિફ વોર અને દેશ-વિદેશમાંના સમાચારોની ભરમાર છે, એમ, બે વર્ષ પહેલાં મહાગઠબંધન, સંસદનું ચોમાસુ સત્ર, મણીપુરમાં હિંસા વગેરે રાષ્ટ્રીય સમાચારોની ભરમાર હતી. એ બધાની વચ્ચે બીજા એક સમાચાર પણ ચમક્યા. એક કેસ ‘ગદર’ જેવી નવી પ્રેમકથાનો છે કે પછી જાસૂસી પ્રકરણનો, એ હજી નક્કી થઈ શકતું નથી.