વોટ્સએપ સ્ટેટસમાં જાહેરાતો અને ચેનલ્સમાં પેઇડ સબસ્ક્રિપ્શનની શરૂઆત થઈ
આપણી જૂની ઘણી હિન્દી ફિલ્મોમાં એક સિચ્યુએશન વારંવાર જોવા મળતી. હીરોઇન ઘર છોડીને હીરો સાથે ભાગી છૂટે. હીરોના પિતા હાંફળાફાંફળા થતા હોય, ત્યાં બુઆજી આવીને બળતામાં ઘી હોમતાં કહે, ‘‘આખરી વહી હુઆ ના, જિસકા હમેં ડર થા!’’ અત્યારે વોટ્સએપમાં આપણે કંઈક આવું જ બોલવું પડે તેવી સ્થિતિ આવી છે.