થોડા સમય પહેલાં આપણે ‘સાયબરસફર’માં વાત કરી હતી એ મુજબ ભારતીય રેલવેએ પોતાની નવી સુપર એપ લોન્ચ કરી દીધી છે. અલબત્ત હાલમાં આ એપ બીટા વર્ઝનમાં છે તથા માત્ર ‘અર્લી એક્સેસ પ્રોગ્રામ’ હેઠળ તેને ડાઉનલોડ કરી શકાય છે. એટલે કે શરૂઆતમાં માત્ર મર્યાદિત લોકોને આ એપ પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરીને તેને તપાસવાની તક મળે છે.