હવે મોટા ભાગના લોકો અંગત ઉપયોગ અને જોબ કે બિઝનેસ માટે અલગ અલગ ગૂગલ એકાઉન્ટ ધરાવતા હોય છે. તમે જાણતા જ હશો કે આપણે એન્ડ્રોઇડ ફોન કે આઇફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરી શકીએ છીએ.
એ પછી ફોનમાં ગૂગલની વિવિધ સર્વિસ જેમ કે જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ, કેલેન્ડર, ગૂગલ કીપ, ગૂગલ ફોટોઝ વગેરેમાં સહેલાઈથી એકાઉન્ટ સ્વિચ કરી શકીએ છીએ.
આપણે ફોનમાં એકથી વધુ ગૂગલ એકાઉન્ટ ઉમેરીએ ત્યારે જે તે એકાઉન્ટની કઈ કઈ બાબતો ફોનમાં સિંક્ડ રહે તે નક્કી કરી શકીએ છીએ.