તમે ફોનમાં સેવ કરેલા કોન્ટેક્ટ્સ અચાનક ગાયબ થયા હોય તેવું લાગે તો ચિંતા ન કરશો.

સૌ સાથે આવું ક્યારેક ને ક્યારેક બનતું હોય છે – આપણે પોતાના સ્માર્ટફોનમાં કોન્ટેક્ટ લિસ્ટમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો નંબર શોધતા હોઇએ અને એ મળે જ નહીં.
આપણને ખાતરી હોય કે આપણે એ નંબર સેવ કર્યો છે પરંતુ હવે તે ફોનની એડ્રેસ બુકમાં આપણને હાથતાળી આપતો હોય. આવા કિસ્સામાં મોટા ભાગે એવું બન્યું હોઈ શકે કે આપણે પોતે ભૂલથી એ કોન્ટેક્ટ ડિલીટ કરી દીધો હોય.
ક્યારેક એવી મોટી ભૂલ પણ થઈ શકે કે આપણે ફોનમાંના બધા કોન્ટેક્ટ એક સાથે ડિલીટ કર્યા હોય!