અંગત દસ્તાવેજોની જેમ કંપનીના દસ્તાવેજોનું ક્લાઉડ સ્ટોરેજ અને શેરિંગ
કોવિડ મહામારી પૂરી થવામાં હતી એ અરસાનો પેલો કિસ્સો કદાચ તમે પણ જાણતા હશો – ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે પોતે એ વાત કહી હતી. જયશંકર અમેરિકાના પ્રવાસે હતા એ દરમિયાન, એક વાર, તેઓ અમેિરકામાં રહેતા પોતાના પુત્ર સાથે કોઈ રેસ્ટોરાંમાં જમવા ગયા. એન્ટ્રી વખતે બંને પાસે કોવિડની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ માગવામાં આવ્યું. જયશંકરના પુત્રે ખિસ્સામાંથી સર્ટિફિકેટનું કાગળિયું કાઢીને બતાવ્યું, જ્યારે જયશંકરે પોતાના સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઓપન કરી, તેમાં ડિજિટલ સર્ટિફિકેટ બતાવ્યું!