એઆઇને કારણે, ગૂગલ સર્ચની ‘નોકરી’ પણ જોખમમાં!

By Himanshu Kikani

3

તમારા મનમાં કોઈ પણ વાતે, કોઈ પણ સવાલ જાગે તો જવાબ મેળવવા તમે શું કરો?

આ સીધા-સાદા સવાલનો જવાબ દરેક વ્યક્તિની ઉંમર પ્રમાણે બદલાય!

જો તમે ખરેખરા સિનિયર સિટિઝન હો તો અાસપાસની કોઈ વધુ જાણકાર વ્યક્તિને તમારો સવાલ કહો અને એમની પાસેથી જવાબ મેળવવાનો પ્રયાસ કરો. જો તમે આજના ડિજિટલ યુગના ‘સિનિયર સિટિઝન’ હો, એટલે કે ૩૦-૩૫ વર્ષની ઉંમર વટાવી ગયા હો, તો ગૂગલ સર્ચ એન્જિનનું શરણું લો.

પરંતુ તમે યંગસ્ટર કે ટીનેજર હો તો ચેટજીપીટી કે ડીપસીક પાસેથી તમારા સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરો. હજી વધુ સ્માર્ટ ને એડવાન્સ્ડ હો તો તમે ઇલોન મસ્કના ‘ગ્રોક ૩’ મોડેલ આધારિત, હજી હમણાં જ લોન્ચ થયેલા એઆઇ ચેટબોટને તમારો સવાલ પૂછો!

હવે આખી વાત જરા નવા એંગલથી. સત્તર વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં એક નાનકડી કોલમ સ્વરૂપે ‘સાયબરસફર’ શરૂ થઈ ત્યારે ગૂગલ સર્ચ પ્રમાણમાં નવી વાત હતી. એ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં આ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ના નવો અવતાર થયો ત્યારે ભારતમાં સ્માર્ટફોન પણ બહુ નવી વાત હતી – સમય કેટલો ઝડપથી બદલાય છે?! ગૂગલ સર્ચની શરૂઆત તો ૧૯૯૮માં થઈ ગઈ હતી, પરંતુ ત્યારથી આજ સુધીનાં ૨૫-૨૭ વર્ષમાં, ‘ગૂગલ’ ફક્ત કોઈ કંપનીનું નામ ન રહ્યું, એ ક્રિયાપદ બની ગયું – કોઈ પણ માહિતી શોધવી એટલે ‘ગૂગલ કરવું’! આટલાં વર્ષોમાં ગૂગલ સર્ચે આપણા પર રીતસર રાજ કર્યું.

હવે આ અડીખમ લાગતું રાજ પૂરું થવામાં છે!

કમ સે કમ, ગૂગલ સર્ચને આપણે જે સ્વરૂપે જાણીએ છીએ એ સ્વરૂપ બહુ લાંબું ટકે તેવું લાગતું નથી.

ગૂગલને પચીસ વર્ષ થયાં બરાબર ત્યારે, માંડ એકાદ વર્ષ જૂની કંપની ઓપનએઆઇ તરફથી તેના પર પહેલો જબરો પ્રહાર થયો. તેના ચેટજીપીટીમાં આપણે કંઈ સર્ચ કરવાનું રહ્યું નહીં, મનમાં જે સવાલ હોય તેનો સીધો જ જવાબ મળે (જોકે, સાવ સાચો હોવાની ખાતરી નહીં!). પછી ગયા વર્ષે ચેટજીપીટીમાં સર્ચ એન્જિન પણ ઉમેરાયું.

ત્યાં હવે ચેટજીપીટી અને તેના સર્ચ એન્જિનના પણ નવા હરીફો જાગ્યા છે – મેટા એઆઇ, ડીપસીક, ગ્રોક અને બીજા કેટલાય!

હવે વાત ‘સર્ચ કરવું એટલે ગૂગલ કરવું’ એટલી સહેલી રહી નથી. અલબત્ત, ગૂગલ સર્ચ એન્જિન આપણું મન કળી શકે છે. એ મુજબ તે શક્ય એટલા સચોટ જવાબો શોધી લાવે છે. જ્યારે એઆઇ ચેટબોટ કે સર્ચ આપણે આપેલા શબ્દોને આશરે રહે છે. આપણું પૂછવામાં કંઈક આડુંઅવળું થયું, તો જવાબો પણ આડાઅવળા જ મળવાના!

આ બધું ધ્યાનમાં રાખીને, આ અંકમાં ગૂગલ સર્ચની હાલની ડામાડોળ સ્થિતિ પર એક નજર.

– હિમાંશુ

(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop