કંઈ પણ સર્ચ કરવાની આપણી વર્ષોજૂની પદ્ધતિ હવે બહુ ઝડપથી બદલાઈ રહી છે.

તમે તમારા બિઝનેસમાં ૯૦-૯૫ ટકાનો માર્કેટશેર ધરાવતા હો, તમે એકધારાં પચીસેક વર્ષથી લોકોના દિલોદિમાગ પર રાજ કરતા હો, દુનિયાની સૌથી વેલ્યૂએબલ કંપનીઝમાં તમારું નામ હોય… અને માંડ બે-ચાર વર્ષ પહેલાં આવેલી કોઈ કંપની તમારી હાલત સાવ ડામાડોળ કરી નાખે?