એક સમયે આપણે ઓનલાઇન શોપિંગ પ્લેટફોર્મ પરથી કોઈ ચીજવસ્તુની ખરીદી કરીએ ત્યારે તેની ડિલિવરી માટે ઓછામાં ઓછા ચાર-પાંચ દિવસ સુધી રાહ જોવી પડતી. હજી આજે પણ ઘણી વસ્તુ માટે આઠ-દસ દિવસ પણ રાહ જોવી પડે છે. તેના ઉપાય તરીકે મોટા ભાગની કંપનીઓએ સ્પેશિયલ મેમ્બરશિપમાં જોડાઈને અથવા એક વારનો ફાસ્ટ ડિલિવરી ચાર્જ ભરીને એક-બે દિવસમાં ડિલિવરી મેળવવાનો વિકલ્પ આપ્યો.