આપણા ‘સાયબરસફર’ના સેકશન મુજબ શીર્ષકમાં ભલે ભવિષ્યની વાત લખી હોય, હકીકત એ છે કે આ સ્થિતિની શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે! આ ફક્ત અનુમાનની વાત રહી નથી.
દુનિયાના જુદા જુદા ભાગોમાં થયેલાં સંશોધનોનાં તારણો બતાવે છે કે આપણે હાથેથી લખતાં ભૂલવા લાગ્યા છીએ. ખાસ કરીને મોબાઇલ અને કમ્પ્યૂટર પર કીબોર્ડ પર થતા ટાઇપિંગ અને વોઇસ ટાઇપિંગને કારણે આપણે કાગળ પર પેન-પેન્સિલથી હાથેથી લખવાની કળા ભૂલવા લાગ્યા છીએ. એમાં સોશિયલ મીડિયા પર વધુ ને વધુ ટૂંકા શબ્દો, ટૂંકાં વાક્યો અને ઇમોજીનો ઉપયોગ વધી રહ્યો હોવાને કારણે પણ મૂળ ભાષાની અભિવ્યક્તિની કળા પર અસર થઈ રહી છે.