
તમે કદાચ જાણતા હશો કે હવે ‘સાયબરસફર વેબસ્ટુડિયો’ નામે અમે વેબસાઇટ્સ ડેવલપ કરવાનું શરૂ કર્યું છે. આ કારણે નાનો-મોટો બિઝનેસ ધરાવતા વિવિધ બિઝનેસમેન, ડોક્ટર્સ, અલગ અલગ પ્રકારની સર્વિસ પ્રોવાઇડ કરતા લોકો વગેરેના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સાથેની વાતચીત દરમિયાન સમજાયું કે એમણે ‘વર્ડપ્રેસ’ વિશે સાંભળ્યું તો હોય છે, પણ એ ચોક્કસ શું છે એનો ખાસ ખ્યાલ હોતો નથી. આ સ્વાભાવિક છે. સૌ કોઈ પોતપોતાના વ્યવસાયમાં ખૂંપેલા હોય તો બધી બાબતો વિશે પૂરી માહિતી ન હોય. પરંતુ વર્ડપ્રેસ આજના સમયમાં સૌ કોઈને ઉપયોગી થાય એવી વાત છે.
બિઝનેસ કે ક્લિનિકની વેબસાઇટ ઉપરાંત, વ્યક્તિગત બ્લોગ બનાવવો હોય તો પણ આ પ્લેટફોર્મ અત્યંત ઉપયોગી છે.
આપણે ‘વર્ડપ્રેસ’ શું છે એ મુદ્દાસર જાણીએ.