આપણે એમને રમેશભાઈ તરીકે ઓળખીએ. એમની કરિયાણાની મોટી દુકાન. સ્વભાવ સારો એટલે દુકાનમાં ગ્રાહકોની સતત ભીડ રહે. એક વાર એવું બન્યું કે એક દંપતી એમને ત્યાં ખરીદી કરવા આવ્યું. બંને રમેશભાઈ માટે અજાણ્યા. બંને એક પછી એક ચીજવસ્તુ પસંદ કરતા ગયા અને બિલનો કુલ આંકડો આઠ-દસ હજાર રૂપિયાએ પહોંચ્યો.