યુટ્યૂબ પર તમે ઘણી વાર અનુભવ કર્યો હશો કે કોઈ વીડિયોના ટાઇટલ કે તેની થમ્બનેઇલ ઇમેજ જોઇને તમે આખો વીડિયો જોવા લલચાઈ જાવ, પરંતુ વીડિયો પૂરેપૂરો જોયા પછી નિરાશ થવાનો વારો આવે. કેમ કે આખા વીડિયોમાં ટાઇટલ કે મેઇન ઇમેજમાં કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ સુદ્ધાં ન હોય! તેનો હેતુ માત્ર આપણને વીડિયો જોવા લલચાવવાનો હોય.