લગભગ તમામ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં લાંબા સમયથી હોમ સ્ક્રીન પર ગૂગલ સર્ચ બોક્સ જોવા મળે છે. આપણે તેમાં કંઈ પણ ટાઇપ કરીને ગૂગલ પર સર્ચ કરી શકીએ. આમ તો ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને તેના સર્ચ બોક્સમાં આ જ કામ કરી શકાય પરંતુ સર્ચ એપમાં કેટલીક વધારાની સગવડો મળે છે.