અન્ય વાચકો માટે આ સવાલને ઉદાહરણ સાથે થોડો વધુ સ્પષ્ટ કરીએ. આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટ પર જવું હોય તો બ્રાઉઝરના એડ્રેસમાં www.cybersafar.com લખવું પડે કે પછી ફક્ત cybersafar.com લખીએ તો પણ ચાલે? આ સવાલનો જવાબ જાતે જ અનુભવ કરી લેવામાં સમાયેલો છે. બ્રાઉઝરમાં વારાફરતી બંને રીતે એડ્રેસ ટાઇપ કરી જોઇએ તો તરત જવાબ મળી જાય – બંને રીતે આપણે જોઈતી વેબસાઇટ પર પહોંચી શકીએ.