માઇક્રોસોફ્ટ ઓફિસના બધા પ્રોગ્રામમાં પાર વગરનાં ફીચર્સ હોય છે. આ તમામ ફીચર મથાળાની રિબનમાં વિવિધ સેકશન અને ટેબ્સમાં કાળજીપૂર્વક ગોઠવવામાં આવ્યા છે. તેમાં વિઝ્યુઅલ એપ્રોચ રાખવામાં આવ્યો છે, આથી આપણે નંબર્ડ લિસ્ટ કે બુલેટેડ લિસ્ટ ઉમેરવું હોય તો મેનૂમાં તેનો આઇકન જોઈને જ સમજી શકાય કે આપણે ક્યાં ક્લિક કરવાનું છે.