ખાસ્સી એવી સંપત્તિ ધરાવતા લોકો વૃદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે સમયસર પોતાનું વસિયતનામું બનાવી લેતા હોય છે. એ માટે આ કામના નિષ્ણાત વકીલની મદદ લેવામાં આવે અને સાક્ષીની હાજરીમાં વિલ બનાવવામાં આવે, જેથી તેમની હયાતી ન રહે ત્યારે વિલની ખરાઈ અંગે કોઈ વિવાદો ઊભા ન થાય. વિલમાં પોતાની બધી સંપત્તિ પોતાના જીવનસાથી તથા સંતાનો કે અન્ય લોકોમાં કેવી રીતે વહેંચવામાં આવે એ બધું સ્પષ્ટ રીતે જણાવવામાં આવે.