
તમે જાણતા જ હશો કે વોટ્સએપમાં મેટા એઆઇ ઉમેરાઈ ચૂકી છે. એ કારણે વોટ્સએપના હોમસ્ક્રીન પર સૌથી ઉપર સર્ચ બોક્સમાં મેટા એઆઇની મલ્ટિકલર રિંગ જોવા મળે છે અને તેની સાથોસાથ ‘આસ્ક મેટા એઆઇ ઓર સર્ચ’ લખેલું જોવા મળે છે.
આ સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને આપણે વોટ્સએપના વિવિધ મેસેજમાં આપણને જોઇતી બાબતો સર્ચ કરી શકીએ છીએ અથવા મેટા એઆઇ સાથે ચર્ચાનો દોર ચલાવી શકીએ છીએ. લોકોને મેટા એઆઇ સાથે કેવી વાતચીત થઈ શકે તેનો અંદાજ આપવા માટે આપણે સર્ચ બોક્સમાં ટિક કરીએ એ સાથે વિવિધ ‘પ્રોમ્પ્ટ’ સૂચવવામાં આવે છે.