
આપણે કોઈ ઇવેન્ટનું પ્લાનિંગ કરીએ, તો તેની વિગતો વોટ્સએપમાં ‘ઇવેન્ટ’ ફીચરથી શેર કરી શકાય છે – ગ્રૂપ્સની આ સુવિધા હવે પર્સનલ ચેટમાં ઉમેરાઈ ગઈ છે.
માની લો કે તમે તમારા મિત્ર પરિવારો કે પછી સંબંધીઓ સાથે, શહેરમાં જ કોઈ ગાર્ડનમાં ભેગા થવાનું વિચારી રહ્યા છો. દેખીતું છે કે આજના સમયમાં તમે એ માટે તમારા વોટ્સએપ ગ્રૂપમાં વિચાર રમતો મૂકશો.
અથવા માની લો કે તમે ઓફિસ વર્ક માટે તમારી ટીમની એક મીટિંગ પ્લાન કરી છે. આ મીટિંગ માટેની તારીખ અને સમય નક્કી છે. ઓનલાઇન મીટિંગ માટેની લિંક પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ બધું પણ તમે તમારી ટીમ માટેના વોટ્સએપ ગ્રૂપમાં શેર કરશો.