વોટ્સએપને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એનપીસીઆઇ) તરફથી આ વર્ષની શરૂઆતમાં એક મોટી ભેટ મળી છે. એ મુજબ, હવે ભારતમાં વોટ્સએપના તમામ યૂઝર્સ તેમની વોટ્સએપમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થાનો લાભ લઈ શકશે.
અત્યાર સુધી વોટ્સએપને તબક્કાવાર, અમુક નિશ્ચિત સંખ્યામાં જ યૂઝર્સને આ સગવડ આપવાની છૂટ મળી હતી. તેનાં બે કારણ હતાં – એક, વોટ્સએપ દ્વારા લોકોના યુપીઆઇ-બેન્કિંગ સંબંધિત ઉપયોગના ડેટા પર ભારતનો અંકુશ રહેવો જોઈએ એવો સરકારનો આગ્રહ હતો.