તમે જાણતા હશો કે આપણે મુસાફરી સમયે ગૂગલ મેપ્સમાં નેવિગેશનનો લાભ લઇએ તો આપણને વિવિધ રુટ સંબંધિત જુદી જુદી માહિતી મળે છે અને તેને આધારે આપણે પોતાનો રુટ પસંદ કરી શકીએ છીએ. થોડા સમયથી રુટની પસંદગીમાં એક નવી સુવિધાનો ઉમેરો થયો છે. આપણે ગૂગલ મેપ્સની મદદથી એ પણ જાણી શકીશું કે ક્યો રુટ પસંદ કરવાથી આપણા વાહનમાં ફ્યુઅલની વધુ બચત થશે! આ ફીચર અગાઉ યુએસ, કેનેડા અને યુરોપમાં ઉપલબ્ધ હતું. હવે ભારતના યૂઝર્સ સુધી પહોંચવા લાગ્યું છે.