
આપણે પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ એપ ઓપન કરીને મેપ પર પોતાનું લોકેશન જોઈ શકીએ છીએ. તે માટે આપણે મેપના હોમસ્ક્રીન પર નીચેની તરફ જમણી બાજુ દેખાતા બ્લુ ટાર્ગેટ જેવા નિશાન પર ક્લિક કરવાનું રહે છે.
જ્યારે કોઈ પણ કારણસર ગૂગલ મેપને આપણું ચોક્કસ લોકેશન સમજાય નહીં ત્યારે મેપ પર આ બ્લુ ડોટની આજુબાજુ એક લાઇટ બ્લુ સર્કલ જોવા મળે છે. તેનો અર્થ એ થાય કે આપણે એ લાઇટ બ્લુ સર્કલમાં ગમે ત્યાં હોઇ શકીએ.