તમારે ક્યારેય તમે બનાવેલા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા વર્ડ્સ છે તે તપાસવાની જરૂર પડી છે? સરેરાશ લોકોને આવી જરૂર પડે નહીં પરંતુ જો તમે ટ્રાન્સલેટર તરીકે કામ કરતા હો અને શબ્દ દીઠ અનુવાદનો ચાર્જ લેતા હો તો મૂળ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનમાં કેટલા શબ્દો છે તે જાણવાની જરૂર ઊભી થઈ શકે છે. ઓફિસકામ માટે પ્રેઝન્ટેશન બનાવ્યા પછી પણ આવી જરૂર ઊભી થઈ શકે.