ફોનમાં બેટરીનો ઉપયોગ સાવ બંધ કરી, પાવર પ્લગનો ઉપયોગ કરવાની ટ્રિક

નામ મુજબ ‘બાયપાસ ચાર્જિંગ’ એક એવું ફીચર છે જેની મદદથી આપણે ફોનમાં બેટરી ચાર્જ કરવાની સુવિધાને બાયપાસ કરી શકીએ છીએ.
આપણે ફોનની બેટરી ચાર્જ કરવા માટે તેને પાવર પ્લગ સાથે કનેક્ટ કરીએ ત્યારે સામાન્ય રીતે ફોનની બેટરી ચાર્જ થાય, પરંતુ બાયપાસ ચાર્જિંગની સુવિધા આપતા ફોનમાં એ ફીચર ઓન કર્યું હોય ત્યારે ફોન પાવર પ્લગ સાથે કનેક્ટેડ હોય ત્યારે પણ બેટરી ચાર્જ થતી નથી અને ફોન બેટરીને બદલે પાવર પર કામ કરે છે. આવે સમયે ફોનની બેટરી ચાર્જ કે ડિસ્ચાર્જ થતી નથી.