
આપણે હાઇવે પર મુસાફરી કરતા હોઇએ કે કોઈ રેસ્ટોરાં, કાફે વગેરેમાં ગયા હોઇએ ત્યારે ત્યાં ફોનનું ચાર્જિંગ સ્ટેશન જોઈને તેનો લાભ લેવાની લાલચ ભલભલા લોકો ટાળી શકતા નથી.
કારણ દેખીતું છે. આપણા ફોનમાં પાંચ-છ હજાર એમએએચની બેટરી હોય તો પણ આપણો ફોનનો ઉપયોગ સતત વધ્યો હોવાથી ગમે તેટલી કેપેસિટીની બેટરી ઓછી પડે છે. બેટરીનું લેવલ નીચે ગયેલું જોતાં જ્યારે તક મળે ત્યારે તેને રિચાર્જ કરી લેવાની ઇચ્છા થઈ આવે.
પરંતુ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ્સ અજાણી જગ્યાએ, અજાણ્યા પાવર કેબલની મદદથી ફોન રિચાર્જ કરવા સામે લાલબત્તી ધરે છે.
તેનું કારણ શું?