
તમારું ૧૩ વર્ષથી નાની ઉંમરનું બાળક વિવિધ સોશિયલ સાઇટ્સ પર એકદમ એક્ટિવ છે? એ ઇન્સ્ટાગ્રામ કે સ્નેપચેટ કે બીજી સાઇટ્સ પર શું જુએ છે, શું શેર કરે છે, તેને કેવા લોકો ફોલો કરે છે, તેને કેવા મેસેજ મોકલે છે, એ બધું તમે જાણો છો? દીકરો કે દીકરી ૧૮ વર્ષની ઉંમર ઓળંગી જાય પછી પોતાની જિંદગી પોતાની રીતે જીવે એ બરાબર, પણ ત્યાં સુધી તેને પેરેન્ટ્સના સાથની જરૂર હોય છે – સોશિયલ મીડિયાની દુિનયામાં તો ખાસ.