
કમ્પ્યૂટર, ફોન કે તેમના દ્વારા ઇન્ટરનેટ સાથેનું આપણું ઇન્ટરેક્શન શરૂઆતમાં માત્ર ટાઇપ્ડ ટેક્સ્ટ આધારિત હતું – ‘જો ભી કહેના હૈ, લીખ કર બતાઓ!’ પછી તેમાં વોઇસની સુવિધા ઉમેરાઈ, ‘એલેક્સા, ફલાણા સોંગ બજાઓ!’ વોટ્સએપમાં લાંબું લખાણ ટાઇપ કરવાને બદલે માઇક્રોફોન પર ત્રાટકી, ફટાફટ વોઇસ મેસેજ મોકલવાની કે વોઇસ ટાઇપિંગ કરવાની સૌને મજા પડી ગઈ. સમગ્ર ઇન્ટરનેટ પર ટેક્સ્ટ ઉપરાંત વોઇસનો ઉપયોગ વધ્યો છે. પછી આવ્યો નવો એંગલ – વિઝ્યુઅલ એંગલ!