અત્યારે આપણે કોઈ પણ રિટેઇલ સ્ટોરમાં યુપીઆઇ ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરીએ એટલે જો એ સાઉન્ડબોક્સ હોય તો પેમેન્ટ સકસેસફૂલ થતાં સ્પીકર મારફત દુકાનદારને જાણ થઈ જાય કે ‘‘પેટીએમ પર… રુપયે પ્રાપ્ત હુએ…’’ ફોનપે એપ હોય તો અમિતાભ બચ્ચનના ઘેઘૂર અવાજમાં પણ પેમેન્ટ મળી ગયાના ધરપતભર્યા સમાચાર સાંભળી શકાય.