તમે દિવાળીની રજાઓમાં ટુર પર ગયા હો, ફોનના કેમેરાથી ઢગલા મોઢે ફોટોઝ લીધા હોય અને ઘરે આવ્યા પછી ખબર પડે કે ફોનમાં કંઈક ગરબડ થઈ, ગેલેરીમાં ટુરના કોઈ ફોટા સેવ થયા જ નથી કે ડિલીટ થઈ ગયા છે, તો? જો તમે ગૂગલ ફોટોઝ કે તેના જેવી ક્લાઉડ બેકઅપ સર્વિસનો લાભ ન લેતા હો કે ટુર પર નીકળતાં પહેલાં તેનું ઓટો બેકઅપનું ફીચર ડબલ-ચેક કર્યું ન હોય, તો ભૂલે ચૂકે ટુર દરમિયાન ફોન ખોવાય-ચોરાય કે કંઈક ટેકનિકલ ખામી આવે તો ટુર દરમિયાન તમે લીધેલા બધા ફોટોગ્રાફ-વીડિયો ગુમાવવાનો વારો આવી શકે છે.