fbpx

ફોકસ કરીએ મૂળ મુદ્દાની વાતો પર

By Himanshu Kikani

3

‘સાયબરસફર’ના દરેક અંકમાં શક્ય એટલું વિષય વૈવિધ્ય જાળવવાનો હંમેશાં પ્રયાસ થાય છે, પણ આ વખતે દિવાળીની રજાઓને ધ્યાનમાં રાખીને વાત હજી થોડી બદલી છે.

આ અંકમાં વિષયો તો ઘણા બધા છે જ, પણ એની રજૂઆત થોડી  જુદી છે. લેઆઉટનો ફેરફાર તો ઊડીને આંખે વળગે એવો છે, પણ નવા લેઆઉટ સાથે, વિષયની રજૂઆતમાં પણ નવીનતા છે.

નવીનતા એ રીતે કે આ વખતે ‘સાયબરસફર’ના મૂળ ફોકસ સમાન ટોપિક્સ – ક્યુરિયોસિટી, ક્રિએટિવિટી, વર્ક એફિશિયન્સી અને સાયબરસેફ્ટી – આ ચારેય બાબતોનું સંતુલન જાળવવાની સાથોસાથ ફક્ત નાના-મોટા મુદ્દા વિશે સમજની પહેલાં, એ આખો કન્સેપ્ટ ક્લીયર થાય એવી વધુ કોશિશ કરી છે.

જેમ કે સ્માર્ટફોનમાંની એપ્સની બ્રાઉઝરમાં વિવિધ ફીચર્સ ઉમેરતાં એડઓન્સ આખરે શંુ છે, તેની પહેલાં વાત કરી છે અને પછી ઉદાહરણ રૂપ એડઓન્સની વાત કરી છે.

આજની ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’માં સ્માર્ટફોનની મદદથી સતત નોલેજ કઈ રીતે વધારી શકાય, પોતાના સ્માર્ટફોનને ખરેખર સ્માર્ટ અને પોતાની રીતે અથવા માત્ર આપણી મરજી મુજબ સતત અપડેટ થતી લાઇબ્રેરીમાં કેવી રીતે ફેરવી શકાય એની વાત કરી છે, તેની સાથોસાથ એ કામમાં મદદ કરતી બે મુખ્ય એપની પણ વાત કરી છે. આ બંને એપ માત્ર ઉદાહરણ રૂપ છે, તમે ધારો તો કોઈ સારી ટુ-઼ડુ લિસ્ટ પાસેથી પણ આવું કરાવી શકાય. મૂળ મુદ્દો, આવી લાઇબ્રેરી ઊભી કરવી કેમ જરૂરી છે એ સમજવાનો અને પછી તેના પર અમલ કરવાનો છે.

એ જ રીતે ઘેરબેઠાં આખી દુનિયા ફરી વળવા વિશેના લેખમાં, ઉદાહરણ રૂપ કેટલીક વેબસાઇટ, વેબપેજ, વીડિયો, ઇન્ટરેક્ટિવ પેજ વગેરેના પરિચય અને િલંક્સ આપ્યાં છે. પણ ફરી, એ બધું માત્ર ઉદાહરણરૂપ છે. આવી સાઇટ્સ કે વેબપેજિસ કે વીડિયો જોયા પછી એના જેવું બીજું કન્ટેન્ટ શોધવાની ભૂખ જાગે – ખાસ કરીને પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સમાં – તો આ મહેનત લેખે લાગે.

એવી જ વાત ગૂગલમાં હવે મફતમાં મળતા ડાર્ક વેબ રિપોર્ટની છે. આપણે સૌ પ્રાઇવસીના મુદ્દાને ક્યારેય ગંભીરતાથી લેતા નથી. એનો લાભ લઈને, હેકર્સ કે ઠગ ટોળકી આપણા વિશે કેટલીય માહિતી મેળવીને તેનો આપણી સામે ઉપયોગ કરે છે. આ બધું આપણી પોતાની અને આપણે જેમના પર ભરોસો મૂક્યો હોય એ કંપનીઓની ભૂલને કારણે તેમને મળે છે. ડાર્ક વેબ રિપોર્ટ તપાસવો કેમ અગત્યનો છે, કેવી રીતે તપાસવો, તપાસ્યા પછી શું કરવું વગેરે વાતો તેમાં આવરી લીધું છે.

હવે મૂળ વાત સ્માર્ટફોનથી એકમેક સાથે આત્મીયતા કેળવવાનું સૂચવતા  મુખ્ય લેખની. ‘કોલાબોરેશન’નું મહત્ત્વ ફક્ત ઓફિસ પૂરતું નથી. અલગ અલગ જનરેશન કે સંબંધોમાં ઓઇલિંગ માટે પણ આ કોલાબોરેશન કે શેર્ડ વર્કિંગ કેવી રીતે કામ લાગી શકે એની વાત આ લેખમાં છે. 

આપને અને આપના પરિવારને ખુશીભરી દિવાળી તથા નૂતન વર્ષની શુભેચ્છાઓ.

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!