સાયબરસફરના લેખક-સંપાદક તરીકે હું ઘણી વાર મિત્રો-વાચકોને કહેતો હોઉં છું કે માત્ર ફોનમાં માત્ર બે જ એપ રાખવાની જગ્યા હોય, તો હું એ બે એપ તરીકે પસંદ કરું ફીડલી (https://feedly.com/) અને પોકેટ (https://getpocket.com/).
ઓફકોર્સ, બીજી કેટલીય એપ મહત્ત્વની અને બહુ ઉપયોગી હોય, પણ મને લાગે છે કે ખાસ કરીને નવું નવું જાણવા માટે, ‘નોલેજ પાવર’ મેળવવા માટે સ્માર્ટફોન અત્યંત ઉપયોગી છે અને એ કામમાં સૌથી ઉપયોગી થઈ શકે આ બે એપ (અથવા એમના જ કન્સેપ્ટ પર કામ કરતી બીજી કોઈ પણ એપ).
તો, આ બંને એપ વિશે તો આપણે ‘સાયબરસફર‘માં ઘણાં વર્ષ પહેલાં કવર સ્ટોરી કરી ચૂક્યા છીએ, પણ એમનું મહત્ત્વ જોતાં, અહીં થોડું પુનરાવર્તન કરીએ.
ખાસ તો, એ બંને એપ કયા કન્સેપ્ટ પર કામ કરે છે, એ સમજીએ.