કોઇ શહેર શહેર અને તેના લોકોને નજીકથી જોવા-જાણવા હોય તો ‘ફૂટલૂઝ’ બનવું પડે – પગપાળા રખડપટ્ટી કરવી પડે. એવું સદભાગ્ય બધાને ન પણ મળે. એવા સંજોગમાં લોકો ‘આર્મચેર ટુરિસ્ટ’ બની જાય. આરામખુરશીમાં બેઠાં બેઠાં દુનિયા જોવાનો અેમને શોખ હોય. ઘણી વાર એવું પણ બને કે આપણને ફરવા જવાનું ચોક્કસ ગમતું હોય તો પણ ખુલ્લી હવામાં, દિલ ખોલીને પ્રવાસ કરવાનું ગમે તે કારણસર શક્ય ન બનતું હોય. એટલે આપણે આર્મચેર ટુરિસ્ટ બનીએ.