આજકાલ સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા હોય એવું તમને લાગે છે? તદ્દન બનાવટી કૉલ્સ, મેઇલ્સ, મેસેજિસ વગેરેનો આપણા પર થતો મારો હવે વધી ગયો હોય એવું તમને લાગે છે?
એ સાથે તમે કદાચ એ પણ નોંધ્યું હશે કે આપણને ફસાવવાના આવા પ્રયાસોમાં, હેકર્સ પાસે આપણી વધુ ને વધુ ચોક્સાઇભરી માહિતી હોય છે. આવું કેમ બની રહ્યું છે?