‘કાનબાન’ કન્સેપ્ટ હવે જાપાનની ફેક્ટરીમાંથી આપણા ફોનમાં આવી ગયો છે
સાવ સાચું કહેજો, તમે કેટલાક વ્યસ્ત રહો છો? તમારી દુઃખતી નસ દબાવવા બદલ માફ કરશો, પણ આપણી વ્યસ્તતાનો સીધો સંબંધ બે વાત સાથે છે – ટાઇમ મેનેજમેન્ટ અને સ્ટ્રેસ. આ બંને બાબતને પણ પાછો ગાઢ સંબંધ છે – ટાઇમ મેનેજમેન્ટ બરાબર ન થાય એટલે સ્ટ્રેસ વધે અને સ્ટ્રેસ વધે એટલે ટાઇમ મેનેજમેન્ટ ખોરવાય!