દિવાળીના દિવસોમાં ઘરમાં કેટલાંય સગાં-સંબંધીઓનો મેળાવડો જામ્યો હોય, પણ એકમેકના સાથનો આનંદ માણવાને બદલે, સૌ પોતપોતાના સ્માર્ટફોનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટની એપમાં પરોવાયેલાં હોય – આવું તમારા પરિવારમાં બને છે? ઘણી વાર તો એવું બને કે દિવાળી જેવા કોઈ પ્રસંગે સૌ વાસ્તવિક રીતે પાસેપાસે હોય, છતાં વોટ્સએપ પર એ જ સંબંધીઓના ગ્રૂપમાં વાતચીત ચાલતી હોય!